કમ્પ્યુટરના પ્રકાર ( ભાગ 04 )

કમ્પ્યુટર નું વર્ગીકરણ મુખ્યત્વે ત્રણ પ્રકારે કરવામાં આવે છે :

  1. કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે તેના આધારે
  2. કમ્પ્યુટર ક્યા ઉદેશ પર કાર્ય કરે છે તેના આધારે
  3. કમ્પ્યુટર ની સાઇઝ અને કેપેકીટીના આધારે


1. કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે તેના આધારે

i. એનાલોગ કમ્પ્યુટર :

આવા પ્રકારના કમ્પ્યુટર સિગ્નલ પર કાર્ય કરે છે જેના માટે ફિજિકલ એનાલોગ ની જરૂરિયાત રહે છે અને ગ્રાફમાં આઉટપુટ/રિજલ્ટ આપે છે. ફિજિકલ મેજરમેંટ(લંબાઇ અને પોહળાઇ માપવા) માટે આવા કમ્પ્યુટર નો ઉપયોગ થાય છે.

ઉદાહરણ : સ્પીડોમીટર,

ii. ડિજિટલ કમ્પ્યુટર :

આવા કમ્પ્યુટર બાઇનરિ ડિજિટ (0 અને 1) સાથે કાર્ય કરે છે અને ગણિત ના સામાન્ય ઓપરેશન કરી શકે છે. જેમ કે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે, ડિજિટલ કમ્પ્યુટર ડેટાનું યોગ્ય સંચાલન પણ કરવામાં ઘણા મદદરૂપ થાય છે.

ઉદાહરણ : પર્સનલ/ડેસ્કટોપ કમ્પ્યુટર

iii. હાઇબ્રિડ કમ્પ્યુટર :

આવા હાઇબ્રિડ કમ્પ્યુટર એનાલોગ અને ડિજિટલ કમ્પ્યુટર બંને નું કાર્ય કરી શકે છે. આવા કમ્પ્યુટર માં એનાલોગ-ડિજિટલ કનવર્ટર હોય છે જે ડેટા ને ડિજિટલ થી એનાલોગ અને એનાલોગ થી ડિજિટલ માં કન્વર્ટ કરે છે. આવા કમ્પ્યુટર ખાસ કરીને Artificial Intelligence (AI) અને Computer Aided Manufacturing માં વપરાય છે.

ઉદાહરણ : પર્સનલ/ડેસ્કટોપ કમ્પ્યુટર

***

2. કમ્પ્યુટર ક્યા ઉદેશ પર કાર્ય કરે છે તેના આધારે

i. જનરલ પર્પસ કમ્પ્યુટર :

આવા પ્રકારના કમ્પ્યુટર, સામાન્ય પબ્લિકની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યા છે. જે વિવિધ પ્રકારના એપ્લિકેશન/સોફ્ટવેર ચલાવી શકે છે.

ઉદાહરણ : પર્સનલ/ડેસ્કટોપ કમ્પ્યુટર

જેમાં વિવિધ ક્ષેત્રો જેવા કે એંજીન્યરિંગ, સાઇન્સ, ઇંડસ્ટ્રી વગેરે પોતાનો ડેટા ઈનપુટમાં લઈ ફાઇનાન્સિયલ અકાઉંટિંગ, સેલ્સ એનાલિસિસ, ઇન્વેંટ્રી મેનેજમેંટ વગેરેમાં જનરલ પર્પસના ઉપયોગમાં લેવાય છે.

ii. સ્પેશિયલ પર્પસ કમ્પ્યુટર :

આવા સ્પેશિયલ પર્પસ વાળા કમ્પ્યુટર ખાસ ગોલ સેટ કરીને બનાવવામાં આવે છે.જેમ કે કોઈ સ્પેસ પ્રોગ્રામ, મૌસમ ની માહિતી માટે, આરોગ્ય ને લગતા કાર્યો માટે વગેરે.



* * *

3. કમ્પ્યુટર ની સાઇઝ અને કેપેકીટીના આધારે

i. માઇક્રો કમ્પ્યુટર

માઇક્રો કમ્પ્યુટર, ત્રણ યુનિટ હોય છે : ઈન્પુટ, આઉટપુટ અને સીપીયુ(જેમાં એક અથવા અમુક જ માઇક્રો ચિપ્સ જોવા મળતી). ઓછી મેમરી કેપેકીટી, પોર્ટબલ, નાની સાઇઝવાળા તથા સસ્તા કમ્પ્યુટર હોય છે.

માઇક્રો કમ્પ્યુટર ના પ્રકાર :

- પર્સનલ કમ્પ્યુટર

- લેપટોપ કમ્પ્યુટર

- પામટોપ/હેન્ડહેલ્ડ કમ્પ્યુટર

- સ્માર્ટફોન/ટેબ્લેટ કમ્પ્યુટર

- એમ્બેડેડ કમ્પ્યુટર

- વર્કસ્ટેશન કમ્પ્યુટર

1. ડેસ્કટોપ/પર્સનલ કમ્પ્યુટર (PC)

પર્સનલ/ડેસ્કટોપ કમ્પ્યુટર માં એક CPU(ટાવર જેવુ સિસ્ટમ યુનિટ), મોનિટર, કીબોર્ડ-માઉસ જોવા મળે છે જે એકી જગ્યાએ જ ગોઠવેલ હોય છે.

- પર્સનલ કમ્પ્યુટર નો ઉપયોગ આપણે રોજિંદા જીવન માં કરીએ છીએ.

- આપણાં ઘરે, નાની-મોટી દુકાનો, શોપિંગ મોલમાં, શાળાઓ-કોલેજોમાં, સરકારી કચેરીઓમાં વગેરેના ઉપયોગમાં લઈએ છીએ.


* * *

2. લેપટોપ/Two-in-One લેપટોપ કમ્પ્યુટર –

લેપટોપ કમ્પ્યુટર દેખાવે એક નોટેબૂક જેવા હોય છે. લેપટોપ કમ્પ્યુટરમાં કોઈપણ ડિવાઇસ અલગ થી લગાવવું પડતું નથી. વજનમાં હલકા અને પોર્ટબલ હોય છે. Rechargable બેટરિ પર ચાલે છે.

હવે તો લેપટોપ કમ્પ્યુટર touch સ્ક્રીન સપોર્ટ સાથે આવે છે. જેને Two-in-One લેપટોપ કમ્પ્યુટર કેહવામાં આવે છે.


* * *

3. Palmtop/Handheld કમ્પ્યુટર –

હાથમાં આવી જાય એવા કમ્પ્યુટર ને Palmtop/Handheld કમ્પ્યુટર કહેવામા આવે છે.


* * *

4. Smartphone/Tablet કમ્પ્યુટર

ખિસ્સામાં આવી જાય, કીબોર્ડ-માઉસ ની જગ્યા ટચ-સ્ક્રીન નો ઉપયોગ થાય છે. ટેબ્લેટ કમ્પ્યુટર માં મિડ-રેન્જ પ્રોસેસર ઉસે થાય છે કોઈ પર્સનલ કમ્પ્યુટર ના પ્રોસેસરની તુલનામાં પ્રોસેસિંગ પાવર ઓછી ધરાવે છે.

આવા કમ્પ્યુટર વિવિધ પ્રકારના સેન્સર નો ઉપયોગ કરે છે. જેમ કે કૅમેરા, માઇક્રોફોન, GPS, GPRS, બ્લુટૂથ, WiFi વગેરે. સેલ્યુલર સપોર્ટ પણ આવા ટેબ્લેટ કમ્પ્યુટર માં જોવા મળે છે.


* * *

5. Embeded કમ્પ્યુટર

એમ્બેડેડ કમ્પ્યુટર ફિજિકલ બટન વાળા પણ હોય શકે અને ટચ-સ્ક્રીન વાળા પણ હોય શકે. આવા કમ્પ્યુટર સામાન્ય રીતે સાઇઝ માં નાના, મેમરી કેપેસિટી ઓછી અને Rechargable બેટરિ વાળા હોય છે.

ઉદાહરણ : એસટી બસોમાં કંડક્ટર પાસે જે ટિકિટ મશીન છે એને આપણે એમ્બેડેડ કમ્પ્યુટર કહી શકીએ. શોપિંગ મોલમાં કશીએર પાસે જે મશીન છે, ટીવી, ફ્રિજ, ડિજિટલ લોકર વગેરે માં આવા એમ્બેડેડ કમ્પ્યુટર નો યુઝ થાય છે.


* * *

6. વર્ક સ્ટેશન કમ્પ્યુટર –

વર્ક સ્ટેશન કમ્પ્યુટર, કોઈપણ સ્પેશિયલ ટાસ્ક કરવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર છે. જેમ કે મેડિકલ ઇમેજિંગ માટે, 3D ડિજાઇનિંગ માટે, હાઇ મોશન વિડિયો ગ્રાફિક્સ (High ગ્રાફિક્સ ગેમ્સ રમવા) માટે.

ઉદાહરણ : PlayStation, Xbox વગેરે, એક્સરે મશીન વગેરે.


* * *

ii. મિનિ કમ્પ્યુટર

1960ના દશક માં મિનિ કમ્પ્યુટર જોવા મળતા. મિનિ કમ્પ્યુટર, સાઇઝ, સ્ટોરેજ કેપેકીટી, પ્રોસેસિંગ પાવર જેવી બાબતોમાં માઇક્રો કમ્પ્યુટર તથા મેઇનફ્રેમ કમ્પ્યુટર વચ્ચે આવે છે.

હવે આવા મિનિ કમ્પ્યુટરનો ઉપયોગ નાના Server તરીકે થાય છે.

મિનિ કમ્પ્યુટર ખાસ કરીને બિજનેસ તથા ઇંડસ્ટ્રી માં જોડાયેલ વ્યવસાય ના યુઝર માટે ઉપયોગમાં લેવાય છે.


* * *

iii. મૈનફ્રેમ કમ્પ્યુટર

મૈનફ્રેમ કમ્પ્યુટરને ઘણા પ્રમાણમાં ડેટા ને પ્રોસેસ કરવા બનાવવામાં આવેલ છે. આવા કમ્પ્યુટર એક centralize જગ્યા પર ગોઠવવામાં આવે છે જેની સાથે બીજા ટર્મિનલ જોડવામાં આવે છે. આવા બધા જોડેલ ટર્મિનલ કમ્પ્યુટર એક જ સીપીયુ નો ઉપયોગ કરે છે.

એકીસાથે મૈનફ્રેમ કમ્પ્યુટર સાથે 500 જેટલા ટર્મિનલ કમ્પ્યુટર જોડી શકાય છે.

મૈનફ્રેમ કમ્પ્યુટર જગ્યા ઘણી રોકે છે. ડેટા ટ્રાન્સફર રેટ ગણો ઊંચો હોય છે. મૈનફ્રેમ કમ્પ્યુટર ઘણા મોંઘા હોય છે અને તેનું મેન્ટેનન્સ પણ બહુ ખર્ચાળ હોય છે.

મૈનફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે?

- અકેડેમિક્સમાં - હેલ્થકેર સિસ્ટમમાં - લાઇબ્રેરિમાં - બિજનેસ(Enterprise Resource Planning માં) - ઇ-કોમર્સમાં(સ્ટેટેસ્ટિક્સ માટે) - ઇન્સ્યોરન્સ એજન્સિઑ દ્વારા - Transactions પ્રોસેસિંગ માં વગેરે.


* * *

iv. સુપર કમ્પ્યુટર

આ કમ્પ્યુટર બાકી બીજા બધા કમ્પ્યુટર કરતાં સાઇઝ, મેમરી કેપેકીટી, ડેટા પ્રોસેસિંગ પાવર ઘણા ઉચ્ચ પ્રમાણમાં હોય છે.

સુપર કમ્પ્યુટર ટ્રિલિયન પ્રોસેસોને એ ફક્ત સેકંડોમાં જ કરી શકે છે.

સુપર કમ્પ્યુટર વિશે કેટલાક Facts :

- દુનિયાનો પ્રથમ સુપર કમ્પ્યુટર 1976માં બનાવવામાં આવ્યો હતો જેનું નામ CRAY-1 હતો.

- ભારત નો પ્રથમ સુપર કમ્પ્યુટર 1990 માં બનાવવામાં આવેલ જેનું નામ PARAM રાખવામાં આવેલ.

સુપર કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે?

- મૌસમની જાણકારી માટે

- Climate રિસર્ચ માં

- સ્પેસ exploration અને અવકાશીય/ખગોળીય પ્રોજેકટો માં

- સાઈંટિફિક સિમ્યુલેશનમાં

- ઓઇલ તથા ગૅસ ના સ્ત્રોત ની શોધમાં

- ક્વાંટમ મેકેનિક્સના ફિલ્ડમાં

- ડિફેંસ સિસ્ટમ અને એરોસ્પેસમાં વગેરે.

* * *

અન્ય કમ્પ્યુટરને લગતા લેખ :

  1. કમ્પ્યુટર પરિચય : કમ્પ્યુટર એટ્લે શું? એ કઈ રીતે કાર્ય કરે છે?
  2. કમ્પ્યુટરનો ઇતિહાસ : સંપૂર્ણ ઇતિહાસ
  3. કમ્પ્યુટર જનરેશન્સ : 1st જનરેશન થી લેટેસ્ટ જનરેશન સુધી
  4. કમ્પ્યુટરના પ્રકાર : PC થી લઈ સુપર કમ્પ્યુટર સુધી - અત્યારે તમે આ લેખ વાંચો છો
  5. કમ્પ્યુટર કોમ્પોનેંટ્સ : કમ્પ્યુટરની અંદરના પાર્ટ્સનો પરિચય
  6. કમ્પ્યુટર સોફ્ટવેર : જેના કમ્પ્યુટર ખાલી ડબ્બો છે.
  7. કમ્પ્યુટર મેમરી અને કમ્પ્યુટર સ્ટોરેજ : વિવિધ પ્રકારની મેમરી
  8. કમ્પ્યુટર પેરીફેરલ્સ : કમ્પ્યુટર સાથે બાહ્ય રીતે જોડતા અક્કેસેરિસ
  9. કમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટ : એટ્લે શું?
  10. કમ્પ્યુટર સિક્યોરિટી : કમ્પ્યુટર વાઇરસ અને સાઇબર અટૈકથી સુરક્ષિત કઈ રીતે રાખવું?

Post a Comment

Previous Post Next Post